ઘઉંના પાકને સામાન્ય રીતે ઠંડુ અને સૂકુ હવામાન માફક આવે છે. આમ છતાં વિકાસના વિવિધ તબક્કાઓ દરમ્યાન પાકને વિવિધ તાપમાનની જરૂરીયાત રહેતી હોઈ છે. ઘઉંના સ્ફૂરણ માટે ૨૦° થી ૨૫° સે. તાપમાન વધુ અનુકૂળ આવે છે. દાણા ભરાવાના સમયે ૨૩° થી ૨૫° સે. તાપમાન સારૂ પરિણામ આપે છે. ફૂલ અને દૂધિયા દાણા અવસ્થાએ અતિશય નીચું તાપમાન નુકસાનકારક બની રહે છે. વાદળછાયું, ભેજવાળું અને નીચું તાપમાન ગેરૂના રોગ માટે કારણભૂત બને છે. પાકવાની અવસ્થાએ ૩૦° સે. થી વધુ તાપમાન હોય તો ઘઉં વહેલા પાકી જાય છે અને ઉત્પાદન ઘટે છે. ઘઉંના પાકને દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ સારા નિતારવાળી અને મધ્યમ ભેજ સંગ્રહ શક્તિવાળી ગોરાડું અને મધ્યમ કાળી જમીન ઘઉંના પાક માટે આદર્શ ગણાય છે.
ઘઉંના પાકને દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. પરંતુ સારા નિતારવાળી અને મધ્યમ ભેજ સંગ્રહ શક્તિવાળી ગોરાડું અને મધ્યમ કાળી જમીન ઘઉંના પાક માટે આદર્શ ગણાય છે..
ઘઉંની સુધારેલી જાતોની માહિતી નીચેના કોઠામાં આપવામાં આવેલ છે. આથી વિસ્તારને અનુરૂપ નવીનતમ જાતનું સર્ટિફાઈડ બિયારણ સમયસર મેળવી વાવેતર કરવું.
| જાતનું નામ | ભલામણ વર્ષ | છોડની ઊંચાઈ (સે.મી) | પાકવાના દિવસો | ઉત્પાદન (કિ.ગ્રા./હે.) | વાવેતર સમય | ખાસિયતો |
|---|---|---|---|---|---|---|
| GW-463 | ૨૦૧૬ | ૭૦ થી ૯૩ | ૧૦૩ થી ૧૨૪ | ૪૬૦૦ થી ૫૮૦૦ | વહેલી તથા સમયસરની વાવણી | દાણાની સારી ગુણવત્તા. ગેરૂ રોગ સામે પ્રતિકારક. ગરમી સામે ટકી શકે. મધ્યમ ખારાશવાળી જમીનમાં વાવી શકાય. |
| GW-451 | ૨૦૧૫ | ૬૭ થી ૮૮ | ૯૫ થી ૧૧૩ | ૫૦૦૦ થી ૫૫૦૦ | સમયસરની વાવણી માટે | દાણા આકર્ષક ચટકાટ વાળા ઓછી ટાયરોઝીનેઝ એક્ટીવીટી જેથી રોટલી ઉત્તમ. લોહ (૪૦ પીપીએમ) તથા ઝીંક (૨૮ પીપીએમ)નું વધુ પ્રમાણ જેથી કુપોષણ સામે રક્ષણ આપે.ગેરુ રોગ સામે પ્રતિકારક |
| GW-366 | ૨૦૦૬ | ૯૨ થી ૯૫ | ૧૧૦ થી ૧૧૨ | ૪૮૦૦ થી ૫૨૦૦ | સમયસરની વાવણી માટે | દાણાની મોટી સાઈઝ. વધુ ઉત્પાદન. ગેરુ રોગ સામે પ્રતિકારક. |
| GW-496 | ૧૯૮૯ | ૭૬ થી ૯૦ | ૯૬ થી ૧૧૩ | ૪૫૦૦ થી ૫૦૦૦ | સમયસરની વાવણી માટે | વધુ ઉત્પાદન. દાણાની ઉતમ ગુણવતા. ગેરુ રોગ સામે પ્રતિકારક. |
| LOK-1 | ૧૯૭૯ | ૮૦ થી ૯૦ | ૯૫ થી ૧૦૫ | ૪૫૦૦ થી ૫૦૦૦ | સમયસરની તથા મોડી વાવણીમાટે | દાણાનું કદ મોટુ. વધુ ઉત્પાદન. દાણાની સારી ગુણવત્તા |
| GW-173 | ૧૯૯૨ | ૭૫ થી ૮૦ | ૯૩ થી ૯૬ | ૪૦૦૦ થી ૪૨૦૦ | મોડી વાવણી માટે અનુકુળ | વહેલી પાકતી જાત. દાણાની સારી ગુણવતા. ગેરુ રોગ સામે પ્રતિકારક |
| GW-273 | ૧૯૯૩ | ૭૫ થી ૮૦ | ૯૫ થી ૧૧૦ | ૪૫૦૦ થી ૫૦૦૦ | સમયસરની અને મોડી વાવણી માટે અનુકુળ | ગેરુ રોગ સામે પ્રતિકારક |
| GW-513 | ૨૦૨૧ | ૭૮ થી ૯૦ | ૧૦૫ થી ૧૧૫ | ૫૦૦૦ થી ૫૫૦૦ | વહેલી તથા સમયસરની વાવણી | વધુ ફૂટવાળી, દાણાની સારી ગુણવતા. ગેરુ રોગ સામે પ્રતિકારક |
| KOHINOOR-111 | ૮૦ થી ૯૦ | ૯૫ થી ૧૦૫ | ૪૫૦૦ થી ૫૦૦૦ | સમયસરની તથા મોડી વાવણીમાટે | દાણાનું કદ મોટુ. વધુ ઉત્પાદન. દાણાની સારી ગુણવત્તા | |
| MANEK-222 | ૯૨ થી ૯૫ | ૧૦૦ થી ૧૨૦ | ૫૪૦૦ થી ૬૦૦૦ | સમયસરની વાવણી માટે | વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા ધરાવતી જાત, ગેરુ રોગ સામે પ્રતિકારક | |
| SARANG-222 | ૬૭ થી ૮૮ | ૧૦૦ થી ૧१० | ૫૫૦૦ થી ૬૦૦૦ | સમયસરની અને મોડી વાવણી માટે અનુકુળ | વધારે ઉત્પાદન આપતી ટુંકડા જાત, વહેલી પાકતી જાત, ખુબજ વધારે ફુટ |
| ક્રમ | રોગનું નામ | નિયંત્રણ |
|---|---|---|
| ૧ | ગેરુ | ગુજરાત રાજયમાં સામાન્ય રીતે પાનનો ગેરૂ અને થડનો ગેરૂ જોવા મળે છે. જેના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતો જેવી કેજી.ડબલ્યૂ.-૪૯૬, જી.ડબલ્યૂ.-૨૭૩, જી. ડબલ્યૂ.-૩૨૨, જી.ડબલ્યૂ. -૧૧૩૯ અને રાજ-૧૫૫૫ ની વાવણી કરવી જોઈએ. રોગની શરૂઆત થાય ત્યારથી જ ભલામણ મુજબની દવાનો ઉપયોગ કરી રોગ અટકાવી શકાય છે. |
| ૨ | દાણા પર કાળી ટપકી | છેલ્લુ પિયત પોંક અવસ્થાએ આપવું. ઘઉંની પોંક અવસ્થાએ જરૂર જણાયે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો |
| ૩ | પોટીયા દાણા (કોડા) | છેલ્લું પિયત પોંક અવસ્થાએ આપવું પછી પિયત ન આપવું. |
| ક્રમ | જીવાતનું નામ | નિયંત્રણ |
|---|---|---|
| ૧ | ઉધઈ | ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો જેવાં કે પાંદડાં, મૂળ, ડાળીઓનો બાળીને નાશ કરવો. સારૂ કોહવાયેલું છાણીયું ખાતર વાપરવું, ખાતર તરીકે દિવેલી કે લીંબોળીના ખોળનો ઉપયોગ કરવો. ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ માટે બીજને ભલામણ પ્રમાણેનો કીટનાશકનો પટ આપીને કરી શકાય છે. ઘઉંના ઊભા પાકમાં ઉધઈનો ઉપદ્રવ શરુ થતો જણાય ભલામણ મુજબની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. |
| ૨ | લીલી ઈયળ | આ જીવાતના નિયંત્રણ માટે ખેતર નીંદણમુક્ત રાખવું. ઘઉંમાં ડુંડી આવવાની શરૂઆત થાય ત્યારથી પાકનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરતા રહેવું અને નાની ઈયળો દેખાય તો લીંબોળીના તેલ આધારિત દવા પાણીમાં મિશ્રણ કરીને છાંટવી. |
| ૩ | ખપૈડી | આ જીવાતના નિયંત્રણ માટે પાક લીધા પછી શેઢા પાળા સહિત ખેતરમાં ખેડ કરવી. જેથી આ જીવાતના ઈંડા જમીનની સપાટી ઉપર આવશે જે સૂર્યના તાપમાં નાશ પામશે અથવા પક્ષીઓ ખાઈને તેનો નાશ કરશે. ઘઉંની વાવણી બાદ શેઢા પાળા તેમજ ખેતરમાં ભલામણ પ્રમાણે રાસાયણીક દવાનો છંટકાવ કરવો. |
| ૪ | ગાભમારાની ઈચળ | ગાભમારાની ઈયળના નિયંત્રણ માટે જો ઉપદ્રવ ઓછો હોય તો નુકસાનવાળા છોડને મૂળમાંથી ખેંચી લઇ તેનો નાશ કરવો. વધારે ઉપદ્રવ હોય તો ભલામણ પ્રમાણે રાસાયણીક દવાનો છંટકાવ કરવાથી નિયંત્રણ કરી શકાય છે. |
| ૫ | મોલો મશી | ઘઉંના પાકમાં મોલોમશીના કુદરતી દુશ્મનો જેવા કે પક્ષી, દાળીયા (લેડીબર્ડ બીટલ), લીલી પોપટી (ક્રાયસોપર્લા), સીરફીડ ફલાય મોટી સંખ્યામાં જોવા મળે છે. જે મોલોની વસ્તી કુદરતી રીતે કાબૂમાં રાખે છે. જેથી કીટનાશક છાંટવાની જરૂરિયાત રહેતી નથી. તેમ છતાં મોલોમશીનું પ્રમાણ વધારે હોય અને પાકને નુકસાન થતું હોય તો ભલામણ મુજબ રાસાયણીક દવાનો ઉપયોગ કરવો જોઈએ. |
This will close in 20 seconds