Sesame Seeds

તલ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

જમીન:

તલના પાકને સારા નિતારવાળી ગોરાડુ, બેસર કે મધ્યમકાળી જમીન વધુ માફક આવે છે. દેશી ખાતર નાખીને હલકી જમીનમાં પણ આ પાક લઈ શકાય છે. ચીકણી, ક્ષારવાળી અને પાણી ભરાઈ રહે તેવી જમીન આ પાકને અનુકૂળ આવતી નથી. આગલા પાકના અવશેષો દૂર કરી હળની એક ખેડ અને કરબની બે થી ત્રણ આડી ઊભી ખેડ કરી જમીન વાવેતર માટે તૈયાર કરવી. તલનો પાક ૫.૫ થી ૮.૦ પી.એચ. આંક ધરાવતી જમીનમાં લઈ શકાય છે.

જાતોની પસંદગી :

તલની સુધારેલી જાતો જેવીકે ગુજરાત તલ-૨, ગુજરાત તલ-૩, ગુજરાત તલ-૪, ગુજરાત આણંદ તલ-૫, ગુજરાત તલ-૬ અને ગુજરાત તલ-૧૦ જાતોની પસંદગી કરી વાવેતર કરવું.

Responsive Gujarati Table
ક્રમ વેરાયટી બહાર પાડયાનું વર્ષષ ભલામણનો વિસ્તારર દાણાનો રંગ પાકવાના સરેરાશ દિવસો તેલનું પ્રમાણ સરેરાશ ઉત્પાદન (કિ.ગ્રા./હે.) ખાસ વિશેષતા
1 ગુજરાત તલ-૨ 1994 પિયત વાળો વિસ્તારાર ઓફ વાઈટ અને નાના 85 દિવસ 46% 1000 એક કે બે ડાળી વાળો છોડ. બૈઢા નાની સાઈઝના અને રુંવાટી વાળા. બૈઢા ચકરડીમાં ગોઠવાયેલા હોઈ (ચોગઠ)
2 ગુજરાત તલ-૩ 2006 પિયત અને બિનપિયતિત સફેદ અને મોટો 85 દિવસ 47.32% 1015 સુકારા વાળા વિસ્તાર માટે વધુ અનુકુળ. બે કે ત્રણ ડાળી વાળો છોડ. બૈઢા મધ્યમ સાઈઝના અને રુંવાટી વગરના. બૈઢા સામ-સામે ગોઠવાયેલા હોઈ (સામ-સામે)સામે).
3 ગુજરાત તલ-૫ 2015 પિયત વાળો વિસ્તારાર સફેદ અને મોટાો 80 દિવસ 48% 1241 બે કે ત્રણ ડાળી વાળો છોડ.બૈઢા મોટી સાઈઝના અને રુંવાટી વગરના.બૈઢા ચકરડીમાં ગોઠવાયેલા હોઈ (ચોગઠ).સુકારા સામે પ્રતીકારકોગ્ય.
4 ગુજરાત તલ-૬ 2017 પિયત વાળો વિસ્તારાર સફેદ અને મોટો 90 દિવસ 49.68% 1300 એક કે બે ડાળી વાળો છોડ. બૈઢા મધ્યમ સાઈઝના અને રુંવાટી વગરના. બૈઢા ચકરડીમાં ગોઠવાયેલા હોઈ (છગઠ). સુકારા વાળા વિસ્તારમાં મધ્યમ ઉપયોગી.
5 KVS - 60 2021 પિયત વાળો વિસ્તારાર એકદમ સફેદ અને મોટા 50 થી 65 દિવસ 48% 1800 બૈઢા મધ્યમ સાઈઝના અને રુંવાટી વગરના. બૈઢા સામ સામે ગોઠવાયેલા હોઈ.સૌથી વહેલી પાકતી જાત.
6 KVS BLACK 2021 પિયત વાળો વિસ્તારાર ઝેડ બ્લેક 90 થી 100 દિવસ 42% 1200 થી 1400 મોટા કાળા ઝેડ બ્લેક દાણા. વધુ ડાળીઓ ધરાવતો છોડ. ૪ થી ૬ ના ઝુમખામાં ફલાવરીંગ. અન્ય જાત કરતા વધારે બજારભાવ.
7 KVS - 333 2024 પિયત વાળો વિસ્તારિત સફેદ અને મોટો 85 દિવસ 47% 1015 સુકારા વાળા વિસ્તાર માટે વધુ અનુકુળ. બે કે ત્રણ ડાળી વાળો છોડ. બૈઢા મધ્યમ સાઈઝના અને રુંવાટી વગરના. બૈઢા સામ-સામે ગોઠવાયેલા હોઈ હોય.
8 રોકી -૫૫ 2024 પિયત વાળો વિસ્તારાર સફેદ અને મોટો 90 દિવસ 48.5% 1800 એક કે બે ડાળી વાળો છોડ. બૈઢા મધ્યમ સાઈઝના અને રુંવાટી વગરના. બૈઢા ચકરડીમાં ગોઠવાયેલા હોઈ.

બિયારણનો દર:

એક હેકટરમાં તલનું લાઈનમાં વાવેતર કરવા માટે ૨.૫ કિ.ગ્રા. બિયારણ પુરતુ છે. તલને છાંટીને વાવતા હોય છે. તેમના માટે ૪ થી ૪.૫ કિ.ગ્રા. બિયારણ જરૂરી છે.

વાવેતર અંતર:

બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને વાવણી બાદ ૨૦ થી ૨૫ દિવસે બે છોડ વચ્ચે ૧૦ સે.મી. નું અંતર રાખી તલની પારવણી કરવી. જો પારવણી કરવામાં ન આવે તો ઉત્પાદન ઉપર માઠી અસર થાય છે.

બીજ માવજત:

ભલામણ મુજબ તલના ફૂગનાશકનો પટ આપીને વાવેતર કરવાથી ઉગાવો સારો થાય છે અને પાકને બીજજન્ય અને જમીનજન્ય ફૂગથી બચાવી શકાય છે.

વાવણીનો સમય:

ઉનાળુ તલનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ પખવાડીયામાં કરવુ જોઈએ. આ સમયે વાવણી કરવાથી ઠંડી પણ ઓછી થઈ ગઈ હશે અને પાછતરો વરસાદ પણ આવવાની શકયતા ઓછી રહેશે

ખાતર વ્યવસ્થાપન :

તલનો પાક લેવા માટે પસંદ કરેલ જમીનમાં હેકટરે ૧૦ થી ૧૨ ગાડી છાણીયું ખાતર નાખી જમીન તૈયાર કરવી. તલના પાકને હેકટરે ૫૦ કિ.ગ્રા. નાઈટ્રોજન અને ૨૫ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવાની ભલામણ છે. આના માટે બધોજ ફોસ્ફરસ અને અડધો નાઈટ્રોજન વાવણી સમયે પાયામાં આપવો. વાવેતર પછી લગભગ એક મહીને વરસાદ થયે જમીનમા પુરતો ભેજ હોય ત્યારે ૨૫ કિ.ગ્રા. નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવું.

નિંદામણ અને આંતરખેડ:

તલના પાકની વૃદ્ધિ શરૂઆતના સમયમાં ઓછી હોવાથી જો સમયસર નીંદણ નિયંત્રણ કરવામાં ન આવે તો ઉત્પાદનમાં ૫૦ થી ૭૦ ટકા જેટલો ઘટાડો થઈ શકે. અખતરાના પરિણામો પરથી જાણવા મળેલ છે કે, તલના પાકને ઉગ્યા પછીથી ૧૫ થી ૪૫ દિવસ સુધી નીંદણમુકત રાખવો જોઈએ. આ માટે તલના પાકમાં જરૂર મુજબ એક થી બે આંતર ખેડ અને બે વખત હાથ નીંદામણ કરવા જોઈએ. તલના છોડ મોટા થઈ ગયા પછી, એટલે કે ફૂલ બેસવાની શરૂઆત થાય પછી આંતર ખેડ કરવી હિતાવહ નથી. જયાં ખેત શ્રમિકોની ત્યાં ભલામણ મુજબની નીંદણનાશક છંટકાવ કરવો કરવો.

પિયત વ્યવસ્થાપન :

તલના પાકને ઓછા પાણીની જરૂર રહે છે. તલમાં બિજા પિયત વખતે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે, તલના છોડ આ સમયે નાના હોય છે. આથી આછુ પાણી આપવુ કેમકે વધારે થશે તો તલના છોડ બળી જવાની શકયતા રહે છે. જમીનની જાત પ્રમાણે પાણીની જરૂરિયાત રહે છે. તલના પાકને કટોકટીની અવસ્થાઓ જેવી કે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારથી બૈઢા બેસે ત્યારે અને બૈઢામાં દાણા ભરાવવાના સમયે ખાસ પિયત આપવું.

પાક સંરક્ષણ :

તલમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

ક્રમ રોગનું નામ નિયંત્રણ
તલના પાનનો સૂકારો આ રોગ સફેદ માખીથી ફેલાય છે. આ રોગના નિયંત્રણ માટે તલની રોગપ્રતિકારક નું વાવેતર કરવું. આ રોગના રસાયણિક નિયંત્રણ માટે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો.
પાનના ટપકાનો રોગ અને સૂક્ષ્મ જીવાણુથી થતો ટપકાંનો રોગી રોગની શરૂઆત થયે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો.
તલનો મૂળખાઈ (સૂકારો) રોગગ્રસ્ત જમીનમાં ફરી તલનુ વાવેતર કરવું નહિ. સુકરા સામે પ્રતિકારક જાતોનું વાવેતર કરવું. ઉનાળામાં ઊંડી ખેડ કરવી. તેમજ ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો.

તલમાં આવતી જીવાત અને તેનું નિયંત્રણ

ક્રમ જીવાતનું નામ નિયંત્રણ
છોડના માથા બાંધનારી ઈયળ છોડના માથા બંધાયેલ ભાગને કાપી લઈ ઈયળો સાથે અવાર નવાર નાશ કરતા રહેવું. આ જીવાતના નિયંત્રણ માટે ભલામણ પ્રમાણે દવાનો છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મેળવી શકાય છે.
તલની ગાંઠીયા માખી આ જીવાતના નિયંત્રણ માટે ભલામણ પ્રમાણે દવાનો છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મેળવી શકાય છે.
તલનું ભૂતિયું ફુદુ આ જીવાતનો ઓછો ઉપદ્રવ હોય તો ઈયળો વીણી નાશ કરવો. આ જીવાતના નિયંત્રણ માટે ભલામણ પ્રમાણે દવાનો છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મેળવી શકાય છે.
પાન કથીરી આ જીવાતના નિયંત્રણ માટે ભલામણ પ્રમાણે દવાનો છંટકાવ કરવાથી સારૂ નિયંત્રણ મેળવી શકાય છે.

કાપણી:

તલ પાકના બૈઢા પીળા દેખાય અને પાન પીળા થઈને ખરી જાય ત્યારે તલની કાપણી કરવી. જો તલની કાપણી મોડી કરવામાં આવે તો તલના બૈઢાઓ ફાટી જવાથી તલ ખરી જવાના લીધે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. તલના ઉત્પાદનમાં આ ઘટાડો લગભગ ૩૦ % ની આસપાસ હોય છે, માટે તલની કાપણી સમયસર અને સવારના પહોરમાં કરવી જોઈએ. કાપણી બાદ તલના નાના પૂળા વાળી ઉભડા કરવા. ઉભડા સૂકાઈ ગયા બાદ પૂળાઓને બુંગણમાં ઉંધા કરી ખંખેરવામાં આવે છે.

ઉત્પાદન :

જમીનની જાત, વાવણીનો સમય અને જરુરિયાત મુજબ સમયસર પાક સંરક્ષણના પગલા લીધા હોય તો હેકટર દીઠ ૧૦૦૦ થી ૧૨૦૦ કિલોગ્રામ ઉત્પાદન મળે છે.

સફાઈની પ્રક્રિયા :

તલમાં દબાણ દ્વારા હવા પસાર કરવાથી તલ સિવાયની વસ્તુઓ જેવી કે ડાખરા, પાંદડા, કાંકરા તેમજ કચરાને દૂર કરવાની પ્રક્રિયાને દાણા સાફ કરવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. હાલમાં તલને સાફ કરવા માટે જુદા-જુદા કાંણાવાળી ચારણીમાંથી તલને પસાર કરવામાં આવે છે. કયારેક તલને ઉપણીને હાથ વડે સાફ કરવામાં આવે છે. જયારે માટીની કાંકરી વધુ હોય ત્યારે તલને ધોઈને સાફ કરવમાં આવે છે.

તમારા ખેતર માટે વધુ બીજો જુઓ

Inquiry from


    This will close in 20 seconds