Green Gram Seeds

મગ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ

જમીન અને આબોહવા:

આ પાકો ગોરાડુ, મધ્યમકાળી અને નિતારવાળી જમીનમાં સારા થાય છે. મગને થોડા મધ્યમ તાપમાનની જરૂરીયાત રહે છે.

જમીનનીતૈયારી:

જમીનમાં જરૂરીયાત મુજબ ખેડ કરી અને સમાર મારી જમીન તૈયાર કરવી.

જાતોની પસંદગી:

મગની સુધારેલી જાતો જેવીકે ગુજરાત મગ-૪, ગુજરાત આણંદ મગ-૫, ગુજરાત મગ-૬, ગુજરાત મગ-૭ અને ગુજરાત મગ-૧૦ જેવી રોગ પ્રતિકારક અને વધુ ઉત્પાદન આપતી જાતોની પસંદગી કરી વાવેતર કરવું.
Responsive Gujarati Table
ક્રમ જાત / ગુણધર્મ મહત્વની જાતો
ગુ૪-મગ. ગુ૬-મગ. ગુ૭-મગ. ગુ૧૦-મગ. જય-૧૧ કાવ્યા
1 બહાર પાડ્યાનું વર્ષ 2002 2018 2019 2023 2025 2025
2 પાકવાના દિવસો 70 થી 75 65 થી 70 65 થી 70 65 થી 70 70 થી 80 70 થી 75
3 છોડની ઊંચાઈ (સે.મી) 50 થી 55 40 થી 45 50 થી 55 55 થી 60 70 થી 80 55 થી 65
4 શીંગની સંખ્યા 32 30 31 33 37 32
5 100 દાણાનું વજન (ગ્રામ) 414. 525. 418. 433. 550. 510.
6 દાણાનો રંગ લીલો લીલો લીલો લીલો લીલો લીલો
7 ઉત્પાદન (કિ.ગ્રા./હે.) 800 થી 900 950 થી 1050 900 થી 1100 950 થી 1100 1300 થી 1600 1100 થી 1400

બિયારણનો દર અને વાવેતરઅંતર:

મગનું વાવેતર હેકટરદીઠ ૧૮-૨૦ કિ. ગ્રા. બિયારણનો દર રાખી, ૪૫ x ૧૦ સે. મી.ના અંતરે કરી પિયત આપવું.

બીજ માવજત:

ભલામણ મુજબ પ્રથમ ફુગનાશક દવાનો પટ આપવો પછી જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે ર કલાક બાદ રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું જોઈએ.

વાવણીનો સમય:

ઉનાળુ : ફેબ્રુઆરીના બીજા પખવાડીયાથી લઈને માર્ચના પ્રથમ પખવાડીયા સુધી તેમજ ખરીફ : જુલાઈ માસના પ્રારંભથી લઈને ૧પમી જુલાઈ સુધી.

ખાતર વ્યવસ્થાપન:

જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું. જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું. જો સલ્ફરની ઉણપ હોય તો ભલામણ મુજબ પાયાના ખાતર તરીકે આપવું.

નિંદામણ અને આંતરખેડ:

મગના પાકને જરૂરીયાત મુજબ ૨ થી ૩ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી. જો ખેતમજુરોની અછત હોય તો રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર બાદ તુરત ભલામણ મુજબની નિંદામણ નાશક દવા છાંટવાથી નિંદામણ નિયંત્રણ થાય છે.

પિયત વ્યવસ્થાપન:

સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પિયતની જરૂરીયાત રહેતી નથી. પરંતુ જો વરસાદ ખેંચાય કે અનિયમિત રહે તેવા સંજોગોમાં પાકની કટોકટીની અવસ્થા જેવી કે ફુલ અને શીંગો બેસવાના સમયે પિયત અવશ્ય આપવું જેથી ઉત્પાદનમાં માઠી અસર પડે નહી. ઉનાળાની ઋતુમાં ૮ થી ૧૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ પિયત આપવા.

પાક સંરક્ષણ :

મગમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ

ક્રમ રોગનું નામ નિયંત્રણ
પીળો પંચરંગીયો આ રોગ સફેદ માખીથી ફેલાય છે. આ રોગના નિયંત્રણ માટે મગની રોગપ્રતિકારક જાતો જેવી કે ગુજરાત મગ-૬, ગુજરાત મગ-૭, ગુજરાત મગ-૧૦ નું વાવેતર કરવું. આ રોગના રસાયણિક નિયંત્રણ માટે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો..
ભુકીછારો, કાલવ્રણી રોગની શરૂઆત થયે ભલામણ મુજબની રાસાયણિક દવાનો છંટકાવ કરવો.ો

મગમાં આવતી જીવાત અને તેનું નિયંત્રણ

ક્રમ જીવાતનું નામ નિયંત્રણ
થ્રીપ્સ થ્રીપ્સનો ઉપદ્રવ શરુ થતો જણાય ભલામણ મુજબની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ./td>
શીંગ કોરી ખાનાર લીલી ઈયળ આ જીવાતના રાસાયણિક નિયંત્રણ માટે ભલામણ મુજબની રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત જૈવિક નિયંત્રણ માટે ફેરોમેન ટ્રેપ હેકટરે ૮ થી ૧૦ સંખ્યામાં મુકવાથી જીવાતના નર ફુદા પકડાય છે જેનાથી જીવાતનું નિયંત્રણ થાય છે. પક્ષીઓનાં આશ્રય માટેના ટેકા/ સ્ટેન્ડ ગોઠવવા. કાળીયો કોશી, કાબર, બગલા વગેરે પક્ષીઓ લીલી ઈયળને ખાઈ જાયય છ.

કાપણી:

મગની શીંગો પાકીને તૈયાર થાય કે તરતજ પાકની કાપણી કરી લેવી. ત્યારબાદ શીંગોને ખળામાં સુકવવી. શીંગો બરાબર સુકાયજાય ત્યારે ટ્રેકટર કે બળદથી મસળી અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા.

તમારા ખેતર માટે વધુ બીજો જુઓ

Inquiry from


    This will close in 20 seconds