બિયારણનો દર અને બીજમાવજત:
એક હેક્ટર ધાણાના વાવેતર માટે ૧૫-૨૦ કિગ્રા બિયારણની જરૂર પડે છે. વાવતાં પહેલાં આખા ધાણાને ધીમા દબાણથી બે ભાગ(ફાડિયા)કરવાથી બીજની જરૂરિયાત ઘટે છે. ધાણાના બિયારણને ૮ થી ૧૦ કલાક પાણીમાં પલાળી ત્યારબાદ છાંયામાં સૂકવીને વાવણી કરવાથી ઉગાવો સારો અને ઝડપી થાય છે. જમીનજન્ય અને બીજજન્ય રોગના નિયંત્રણ માટે ૧ કિલો બિયારણ દીઠ ભલામણ મુજબ દવાનો પટ આપી વાવવા માટે ઉપયોગ કરવો.
વાવણીનો સમય અને વાવેતરઅંતર:
પિયત ધાણાની વાવણી નવેમ્બરના પ્રથમ કે બીજા અઠવાડિયામાં કરવી વધુ અનુકૂળ છે. જે સમયે દિવસનું મહત્તમ ઉષ્ણતામાન ૩૦ સે.મી. આજુબાજુ હોવું જરૂરી છે. ધાણાની વાવણી જમીનની પ્રત પ્રમાણે બે હાર વચ્ચે ૩૦ સે.મી. અંતરે કરવાની ભલામણ છે. ક્યારામાં વાવણી બાદ ૩૦ દિવસે હારમાં બે છોડ વચ્ચે ૧૦ થી ૧૫ સે.મી. અંતર રહે તે પ્રમાણે પારવણી કરવી.
ખાતર વ્યવસ્થાપન:
ધાણાના પાકને ૨૦-૧૦-૦૦ ના.ફો.સે./Kg પ્રતિ હેક્ટરે આપવાની ભલામણ છે.
આંતરખેડ અને નિંદામણ:
ધાણાના પાકમાં નિંદામણના કારણે ઉત્પાદનમાં ૫૦-૭૧ ટકા સુધી ઘટાડો થાય છે. નિંદામણના ઉપવને ધ્યાનમાં રાખીને ૨-૩ આંતરખેડ અને બે હાથ નિંદામણની જરુરીયાત ૨હે છે. જયાં મજૂરની અછત અને નિંદામણ વધારે હોય ત્યારે વાવણી બાદ તુરત જ નિંદામણનાશક દવાઓ વાવણી પહેલાં છંટકાવ કરી પિયત આપવું અથવા વાવણી બાદ પિયત આપી ૨ દિવસ બાદ છંટકાવ કરવા.
પિયત વ્યવસ્થાપન:
ધાણાના પાકને સામાન્ય રીતે ૫ થી ૬ પિયત દર પંદર દિવસે આપવા. આમ છતાં જમીનની પ્રત પ્રમાણે પિયત ઓછા વત્તા કરી સારું ઉત્પાદન લઈ શકાય છે.
પાક સંરક્ષણ :
ધાણામાં આવતા રોગો અને તેનું નિયંત્રણ
ધાણામાં આવતી જીવાત અને તેનું નિયંત્રણ
કાપણી:
:ધાણાના પાકમાં કાપણી સમય ઉત્પાદન અને ગુણવત્તા માટે ખૂબ જ અગત્યનું પરિબળ છે. પાક સામાન્ય રીતે ૧૧૦ થી ૧૨૦ દિવસમાં તૈયાર થઈ જાય છે. દેહધાર્મિક પરિપક્વતાએ પાકની કાપણી ક૨વી. ધાણાનો લીલો રંગ અને સુગંધ જળવાઈ ૨હે તે માટે કાપણી પછી પાકની સૂકવણી છાંયામાં ક૨વી આવશ્યક છે. જો કાપણી મોડી કરવામાં આવે તો દાણા ખરી પડે, રંગ સફેદ કે ભૂખરો થાય અને ઉડ્ડયનશીલ તેલનું પ્રમાણ ઘટે છે. તે જ પ્રમાણે જો વહેલી કાપણી ક૨વામાં આવે તો અપરિપક્વતાને કારણે ધાણાનું વજન અને કદ ઘટે છે. પરંતુ લીલો રંગ જળવાઈ રહેતાં બજાર કિંમત ઉચી મળે છે. ધાણાનો લીલો રંગ જાળવવા માટે છોડના પાથરાં બાંધી ઉંધા સુકવવા જોઈએ.