બિયારણનો દર અને વાવેતરઅંતર:
મગનું વાવેતર હેકટરદીઠ ૧૮-૨૦ કિ. ગ્રા. બિયારણનો દર રાખી, ૪૫ x ૧૦ સે. મી.ના અંતરે કરી પિયત આપવું.
બીજ માવજત:
ભલામણ મુજબ પ્રથમ ફુગનાશક દવાનો પટ આપવો પછી જંતુનાશક દવાનો પટ આપવો અને છેલ્લે ર કલાક બાદ રાઈઝોબીયમ કલ્ચરનો પટ આપી વાવેતર કરવું જોઈએ.
વાવણીનો સમય:
ઉનાળુ : ફેબ્રુઆરીના બીજા પખવાડીયાથી લઈને માર્ચના પ્રથમ પખવાડીયા સુધી તેમજ ખરીફ : જુલાઈ માસના પ્રારંભથી લઈને ૧પમી જુલાઈ સુધી.
ખાતર વ્યવસ્થાપન:
જમીન તૈયાર કરતી વખતે હેકટરે ૮ થી ૧૦ ટન સારૂ કોહવાયેલું છાણીયું ખાતર આપવું. જયારે રસાયણિક ખાતરમાં પાયાના ખાતર તરીકે હેકટરે ર૦ કિ.ગ્રા. નાઈટ્રોજન, ૪૦ કિ.ગ્રા. ફોસ્ફરસ આપવું. જો સલ્ફરની ઉણપ હોય તો ભલામણ મુજબ પાયાના ખાતર તરીકે આપવું.
નિંદામણ અને આંતરખેડ:
મગના પાકને જરૂરીયાત મુજબ ૨ થી ૩ વખત હાથથી નિંદામણ અને આંતરખેડ કરવી. જો ખેતમજુરોની અછત હોય તો રાસાયણિક નિયંત્રણ માટે વાવેતર બાદ તુરત ભલામણ મુજબની નિંદામણ નાશક દવા છાંટવાથી નિંદામણ નિયંત્રણ થાય છે.
પિયત વ્યવસ્થાપન:
સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં પિયતની જરૂરીયાત રહેતી નથી. પરંતુ જો વરસાદ ખેંચાય કે અનિયમિત રહે તેવા સંજોગોમાં પાકની કટોકટીની અવસ્થા જેવી કે ફુલ અને શીંગો બેસવાના સમયે પિયત અવશ્ય આપવું જેથી ઉત્પાદનમાં માઠી અસર પડે નહી. ઉનાળાની ઋતુમાં ૮ થી ૧૦ દિવસના અંતરે જરૂરીયાત મુજબ પિયત આપવા.
પાક સંરક્ષણ :
મગમાં આવતા રોગો અને તેનું નિયંત્રણ
મગમાં આવતી જીવાત અને તેનું નિયંત્રણ
કાપણી:
મગની શીંગો પાકીને તૈયાર થાય કે તરતજ પાકની કાપણી કરી લેવી. ત્યારબાદ શીંગોને ખળામાં સુકવવી. શીંગો બરાબર સુકાયજાય ત્યારે ટ્રેકટર કે બળદથી મસળી અથવા થ્રેશરથી દાણા છુટા પાડવા.