Groundnut Seeds

મગફળી ની ખેતી પદ્ધતિ

જાત:

વેલડી: જીએયુજી-૧૦, જીજી-૧૧, જીજી-૪૧

અર્ધવેલડી: જીજી-૨૦, જીજેજી-૨૨, જીજી-૩ર, જીજી-૨૩, ગિરનાર-૪, ગિરનાર-૫

ઉભડી: જીજેજી-૯, ટીજી-૩૭એ, ટીજી-૫૧, જીજી-૩૪, જીજી-૩૫, જીજી-૩૭, જીજી-૩૮, જીજી-૩૯, ટીએજી-૨૪

વાવણી સમય

આગોતરૂ વાવેતર: જુનનું પ્રથમ અઠવાડિયું (મોડી પાકતી વેલડી જાતો)

સમયસર વાવેતર: ૧૫ જુન થી ૩૦ જુન (ઉભડી/અર્ધવેલડી અથવા વેલડી પ્રકારની તમામ જાતો)

મોડા વાવેતર માટે: ૩૦ જુન પછી (ઉંભડી જાતો)

બિયારણનો દર દાણા (કિ.ગ્રા./હે.)

વેલડી: ૧૦૦–૧૧૦
આર્ધવેલડી: ૧ર૦–૧૩૦
ઉભડી: ૯૦૦–૯૩૦

બિજ માવજત

  • બીજને વાવતા પહેલા ૧ કિ.ગ્રા. બિયારણ દીઠ ૩ ગ્રામ થાયરમ (૭૫%) અથવા ૧ ગ્રામ ટેબુકોનાઝોલ ફૂગનાશક દવાનો પટ આપી વાવેતર કરવું.
  • આ ઉપરાંત ધૈણના નિયંત્રણ માટે પ્રતિ ૧ કી.ગ્રા. બીજ દીઠ ૨૦–૨૫ મીલી ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા કવીનાલફોસ રપં ઈસી નો પટ આપી વાવેતર કરવું.
  • ખાસ કરીને બીજ માવજત આપતી વખતે પ્રથમ ફુગનાશક ત્યારબાદ જંતુનાશક અને છેલ્લે રાઈઝોબેક્ટરીયા એટલે કે જૈવિક ખાતરનો પટ આપવો.

વાવણી અંતર (સે.મી.માં)

વેલડી: ૭૫ × ૧૦–૧૫ સેમી

અર્ધવેલડી: ૬૦ × ૧૦° સેમી

ઉભડી: ૩૦–૪૫ × ૭.૫–૧૦ સેમી

ખાતર વ્યવસ્થાપન

છાણીયું ખાતર: ૮–૧૦ ટન/હે. અથવા દિવેલીનો ખોળ ૫૦૦ કિ.ગ્રા./હે.
રાસાયણીક ખાતર: (ના + ફો + પો) ૧૨.૫ + ૨૫ + ૦૦ કિ.ગ્રા./હે.

પિયત વ્યવસ્થા

કુલ આવવા, સૂચા ઉતારવા અને ડોડવામાં દાણાના વિકાસની અવસ્થાએ વરસાદ ન હોય અને જમીનમાં ભેજની ખેંચ જણાય તો પૂરક પિયત આપવું.

નિંદણ નિયંત્રણ

ઉગાવા પહેલા:

પેન્ડીમિથાર્લીન ૧ કિ.ગ્રા./હે. (૩૩ લિ./હે.)

ઉગાવા પછી:

  • વાવણી પછી ૨૦, ૪૦ અને ૫૦ દિવસે હાથ નિંદામણ કરવું.
  • જરૂર જણાયે રસાયણિક દવાનો ઉપયોગ કરવો.
  • કવીઝાલોફોપ ઈથાઈલ ૫ ઈસી ૦.૦૫ કી.ગ્રા./હે. અથવા ઈમીઝેથાપાયર ૧૦ એસ.એલ. ૦.૦૭૫ કિલો/હે. પ્રમાણેછંટકાવ કરવો.

પાક સંરક્ષણ

સફેદકૌણ (મુંડા):

  • બ્યુવેરીયા બાસીયાના અથવા મેટારીઝીયમએનીસોપ્લી ૧.૧૫ વે.પા. ૫ કિ.ગ્રા પ્રતિ હેક્ટર વાવેતર પહેલા જમીનમાં એરડીના ખોળ સાથે (૩૦૦ કિ.ગ્રા પ્રતિ ફેકટર) જમીનમાં આપવું.
  • ત્યાર બાદ ઉગાવાના ૩૦ દિવસે પાણી સાથે જમીનમાં આપવાથી ધૈણનું સારૂ નિયંત્રણ થાય છે.
  • ઉપદ્રવ ઓછો હોય ત્યારે કલોરપાયરીફોસ ૨૦ ઈસી રપ થી ૩૦ મીલી ધ્વા પ્રતિ ૧૦ લીટર પાણીમાં મીશ્રણ કરી પંપની નોઝલ કાઢી મુળ પાસે જમીનમાં ઉતરે તે રીતે આપવું.
  • ઉભા પાકમાં ધૈણનો ઉપદ્રવ જોવા મળે તો કલોરપાયરીફોસ ૨૦ ઈસી અથવા ક્વીનાલફોસ ૨૦ ઈસી ૫ ૨૦ ઈસી હેકટરે ૪ લીટર પ્રમાણે પિયત સાથે આપવુ.

મૂળનો કોહવારો

વાવેતરના ત્રણ થી ચાર સપ્તાહ બાદ ટ્રાઈકોડર્મા વિરીડી ને હેક્ટરે ૨૫ કિ.ગ્રા પ્રમાણે રેતી સાથે મિશ્ર કરી ઉભા પાકમાં છંટકાવ કરવો છે.

નોંધ

મગફળી પાકના સારા ઉત્પાદન માટે:

  • પાકની સમયસર વાવણી
  • પ્રમાણસરનું બિયારણ
  • બીજ માવજત
  • વાવણી અંતર
  • ખાતર-પિયત વ્યવસ્થાપન
  • નિંદામણ નિયંત્રણ
  • પાક સંરક્ષણ
  • અનુકુળ વાતાવરણ

પર આધારિત છે.

તમારા ખેતર માટે વધુ બીજો જુઓ